આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાંડની કિંમતમાં તેજી, ભાવ પહોંચ્યા 6 વર્ષની ઊંચી સપાટીએ


By Nilesh Zinzuwadiya07, Apr 2023 02:20 PMgujaratijagran.com

પુરવઠાની તંગ સ્થિતિની ચિંતા

કાચી ખાંડના ભાવમાં આ સપ્તાહે 5 ટકાની તેજી જોવા મળી છે. ભારત સહિત અનેક દેશોમાં ઉત્પાદન ઘટવાની શક્યતાં વચ્ચે ભાવમાં તેજી

ક્રુડ ઓઈલ જવાબદાર

ક્રુડની ઊંચી કિંમતની સ્થિતિમાં ભારત અને બ્રાઝીલ જેવા દેશો ઈથેનોલ માટે શેરડીનો ઉપયોગ કરવા લાગતા ખાંડ ઉત્પાદન પર અસર થવા લાગી છે.

ભારત વધુ નિકાસને મંજૂરી ન આપે તેવી શક્યતા

સપ્ટેમ્બર મહિનામાં પૂરા થતા વર્ષમાં ભારત સુગરની વધારાની નિકાસને મંજૂરી ન આપે તેવી શક્યતા છે. જેથી ઘરઆંગણે ખાંડના ભાવને નિયંત્રણ હેઠળ રાખી શકાય.

ન્યૂ યોર્કમાં ખાંડની કિંમતમાં 2.2 ટકાનો ઉછાળો આવ્યો

ન્યુ યોર્ક ખાતે કાચી ખાંડની કિંમતમાં 2.2 ટકાનો વધારો થયો છે. ઓક્ટોબર,2016 બાદ કિંમત સૌથી ઊંચી સપાટીએ છે.

સુયશ શર્મા કોણ છે?