સુયશ શર્મા કોણ છે?


By 07, Apr 2023 12:56 PMgujaratijagran.com

પ્રદર્શન

આઈપીએલમાં બેંગ્લોર સામેની મેચમાં કોલકાતાના સુયશ શર્માએ 3 વિકેટ લીધી છે.

ઈમ્પેક્ટ પ્લેયર

વેન્કટેશ અય્યરની જગ્યાએ સુયશ શર્માની ટીમમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ડેબ્યુ થયું હતું.

કિંમત

કોલકાતાએ સુયશ શર્માને 20 લાખમાં ટીમ સાથે જોડ્યો છે.

ભાઈનો રોલ

સુયશ શર્માએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારા ભાઈએ મને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.

પ્રતિભાની ઓળખ

દિલ્હીના ભૂતપૂર્વ ક્રિકેટર કરતાર નાથ સુયશ શર્માના સ્થાનિક મેચમાં પ્રદર્શનથી અવગત હતા તેથી તેણે તેનું લોબિંગ કર્યું હતું.

પ્રેક્ટિસમાં સારું પ્રદર્શન

કોલકતાની ટીમ સાથે નેટ પ્રેક્ટિસમાં જોડાઈ તેણે બધાનું ધ્યાન ખેચ્યું હતું.

મેચમાં શું થયું હતું?

કોલકાતાનો 81 રને વિજય થયો હતો. કોલકાતાએ 7 વિકેટના નુકસાને 204 રન બનાવ્યા હતા. બેંગ્લોર 17.4 ઓવરમાં 123 રન બનાવી શકી.

આજે ભાજપનો 43મો સ્થાપના દિવસ, 2થી 303 લોકસભા સીટ સુધી પાર્ટીની વિકાસયાત્રા પર એકનજર