આજે ભાજપનો 43મો સ્થાપના દિવસ, 1980થી અત્યાર સુધી પાર્ટીની સફર પર એકનજર


By Sanket Parekh06, Apr 2023 04:45 PMgujaratijagran.com

6 એપ્રિલ, 1980માં સ્થાપના

ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ, 1980માં થઈ હતી. દેશને કોંગ્રેસ સિવાય એક મજબૂત વિકલ્પ આપવા માટે આ પાર્ટીનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.

2થી 303 સીટો સુધીની સફર

આજે ભાજપ દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. એકસમયે લોકસભામાં પાર્ટીએ માત્ર બે બેઠકો જીતી હતી. જ્યારે આજે 303 સીટો જીતીને સત્તાના સિંહાસન પર છે.

1989માં જીતી 85 બેઠક

1984માં ભાજપને માત્ર 2 લોકસભા બેઠકો મળી હતી. જો કે તે પછી રામ જન્મભૂમિની લહેર પર સવાર થઈને ભાજપે પોતાનો જનાધાર મજબૂત કર્યો અને 1989માં પાર્ટીએ 85 સીટ પર જીત મેળવી.

1996માં બની સૌથી મોટી પાર્ટી

અટલ બિહારી વાજપેયીના કુશળ નેતૃત્વમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું. લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતાં વર્ષ 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભર્યું.

1998માં NDAની રચના

1998ની લોકસભા ચૂંટણી બાદ ભાજપના નેતૃત્વમાં NDAનું ગઠન કરવામાં આવ્યું અને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બની, જેણે એક વર્ષ સુધી શાસન કર્યું

NDAને પુન: બહૂમત મળ્યો

વર્ષ 1998 બાદ ભાજપના ખરી રીતે 'અચ્છે દિન' શરૂ થઈ ગયા હતા. 1999ની લોકસભા ચૂંટણીમાં NDAને ફરીથી પૂર્ણ બહુમત મળ્યો અને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સરકારે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો.

દેશમાં પ્રથમ બિનકોંગ્રેસી સરકાર

દેશના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ વર્ષ 1999 થી 2004 સુધી પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો. આ રીતે દેશમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ બિનકોંગ્રેસી સરકાર બની.

કોંગ્રેસ સામે હાર

2004ની સામાન્ય ચૂંટણી ભાજપ માટે દુસ્વપ્ન સમાન રહી. ભાજપનો કોંગ્રેસ સામે કારમો પરાજય થયો. જે બાદ 2009ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપની ભૂંડી હાર થઈ.

10 વર્ષ વિપક્ષની ભૂમિકા

વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સામે હાર બાદ ભાજપે આગામી 10 વર્ષો સુધી સંસદમાં મુખ્ય વિપક્ષની ભૂમિકા ભજવી. જો કે બાદમાં 2014થી ફરીથી ભાજપનો સૂર્યોદય થયો.

મોદી-શાહની જોડીની કમાલ

2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી સત્તા હાંસલ કરવામાં સફળ રહી. લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં NDAને 336 બેઠકો પર જીત મળી.

2019માં પુન: સત્તાના સિંહાસન પર

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમત સાથે 303 સીટો પર જીત મેળવી. આ સાથે જ રાજ્યોમાં પણ પોતાનો જનાધાર મજબૂત કર્યો અને અનેક રાજ્યોમાં કમળ ખિલ્યું.

2024ની તૈયારીમાં ભાજપ

PM મોદીના નેતૃત્વમાં ભાજપ એકવખત ફરીથી 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. વિકાસના નારા સાથે આ વખતે પણ ભાજપને વિજયનો આશાવાદ છે.

રોકાણકારોને પસંદ ન આવ્યું ડાબર ઈન્ડિયાનું આ અપડેટ, શેરમાં બોલાયો કડાકો