ડાબરે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રેવેન્યૂ ગ્રોથ સિંગલ ડિજિટમાં રહેશે. તેની આજે કંપનીના શેર પર અસર જોવા મળી.
શેરબજારમાં ડાબર ઈન્ડિયાનો શેર રૂપિયા 21.45 એટલે કે 3.91 ટકા ગગડીને 526.60 રહ્યો હતો. રોકાણકારોએ મોટાપાયે વેચવાલી કરી.
FMCG સેક્ટરની અગ્રણી કંપનીએ ત્રીજા ત્રિમાસિક ગાલામાં એટલું સારું રહ્યું ન હતું. કંપનીનો ચોખ્ખો નફો 5.49 ટકા વધ્યો હતો.
6 એપ્રિલના રોજ રજૂ કરવામાં આવેલા અપડેટમાં કંપનીએ કહ્યું હતું કે ચોથા ત્રિમાસિક ગાળામાં તેનો ગ્રોથ ડબલ ડિજિટમાં રહી શકે છે.
કંપનીએ આપેલી માહિતી પ્રમાણે હેલ્થકેર પોર્ટફોલિયામાં ગ્રોથ જોવા મળી શકે છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે.