સ્ટેન્ડ-અપ ઈન્ડિયા સ્કીમ અંતર્ગત 7 વર્ષમાં રૂપિયા 40,700 કરોડનું ફંડની ફાળવણી કર


By Nilesh Zinzuwadiya06, Apr 2023 03:55 PMgujaratijagran.com

સ્ટેન્ડ-અપ ઈન્ડિયા સ્કીમ વર્ષ 2025 સુધી લંબાવાઈ

સ્ટેન્ડ-અપ ઈન્ડિયા સ્કીમને વર્ષ 2025 સુધી લંબાવવામાં આવી છે. આ યોજનાની શરૂઆત 5 એપ્રિલ,2016ના રોજ થઈ હતી. આર્થિક સશક્તિકરણ અને રોજગારી સર્જન પર ધ્યાન કેન્દ્રીત કરાયું

સપના સાકાર કરવાની દિશામાં

ઉર્જાવાન, ઉત્સાહી અને મહત્વકાંક્ષી અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ વર્ગ તથા મહિલા ઉદ્યોગ સાહસિકો તેમના સપના સાકાર કરી શકે તે માટે આ ખાસ સ્કીમ શરૂ કરવામાં આવેલી

નાણાંમંત્રીએ શું કહ્યું

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું આ મારા માટે ખૂબ જ ગર્વ અને સંતોષની વાત છે કે 1.8 લાખથી વધારે મહિલા તથા અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિને રૂપિયા 40.60 હજાર કરોડની ફાળવણી કરાઈ.

1.8 લાખથી વધારે સાહસિકોને મળ્યું ફંડ

છેલ્લા સાત વર્ષ દરમિયાન આ યોજનાથી 1.8 લાખથી વધારે ઉદ્યોગ સાહસિકોને લાભ મળ્યો છે. આ યોજના પૈકી 80 ટકા મહિલાઓને ફંડ મળ્યું છે.

લોકોને ફરી ઝાટકો આપી શકે છે RBI, વધી શકે છે EMIનો બોજ