લોકોને ફરી ઝાટકો આપી શકે છે RBI, વધી શકે છે EMIનો બોજ


By Nilesh Zinzuwadiya05, Apr 2023 07:51 PMgujaratijagran.com

નાણાં નીતિ જાહેર થશે

નવા નાણાકીય વર્ષમાં પ્રથમ વખત RBI તેની નાણાં નીતિ જાહેર કરશે. પ્રથમ દ્વિમાસિક મોનેટરી પોલિસીની સમીક્ષામાં RBI તેના દરોમાં 0.25 ટકા વધારો કરી શકે છે.

ગુરુવારે કરશે જાહેરાત

છ સભ્યની બનેલી સમિતિએ વ્યાજ દરો અંગે નિર્ણય કર્યો છે. આ અંગે ગુરુવારે જાહેરાત થશે. RBI મે,2022થી સતત રેપો રેટમાં વધારો કરી રહી છે. અત્યાર સુધીમાં 2.5 ટકા વધારો કરેલો છે.

શું કહે છે નિષ્ણાતો

ફુગાવો જાન્યુઆરીમાં 6.52 ટકા અને ફેબ્રુઆરીમાં 6.44 ટકા હતો. નિષ્ણાતોના મતે ગુરુવારે રેપો રેટમાં 0.25 ટકા વધારો કરી શકે છે. આ સાથે વ્યાજદરોમાં વધારો કરવાનું વલણ અહીં સ્થિર થઈ શકે છે.

RBIની 6 બેઠક યોજાશે

નાણાકીય વર્ષ 2023-24માં RBI એકંદરે 6 બેઠક યોજશે. તાજેતરમાં US ફેડરલ રિઝર્વ, યુરોપિયન સેન્ટ્રલ બેંક તથા બેંક ઓફ ઈગ્લેન્ડ સહિત અનેક વિકસિત દેશોએ મોંઘવારી ઓછી કરવા વ્યાજ દરો વધાર્યાં છે.

હાર્ટ માટે મશરૂમ ખાવાના ફાયદા