છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં રજાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારે કામકાજ માટે અંતિમ દિવસ હતો. તે દિવસે એક પેની સ્ટોક મરીન ઈલેક્ટ્રિકલ્સ (ઈન્ડિયા)ના શેરોમાં ભારે તેજી જોવા મળી હતી.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ખાતે શેરના ભાવ 4.34 ટકા વધીને રૂપિયા 40.85 પર આવ્યો હતો. ટ્રેડિંગ સમયે કિંમત રૂપિયા 41.40 પર બંધ રહ્યો હતો. શેરમાં આ તેજી આવવા પાછળ કંપનીને મળેલા ઓર્ડર કારણરૂપ હતો.
મરીન ઈલેક્ટ્રિકલ્સ છેલ્લા એક વર્ષના પર્ફોમન્સની વાત કરીએ તો આ શેરમાં ઊંચામાં 42.85 રૂપિયા અને નીચામાં રૂપિયા 25 બોલાયેલો.
છેલ્લા છ મહિના દરમિયાન શેરના પર્ફોમન્સ અંગે વાત કરવામાં આવે તો કંપનીના શેર દ્વારા 33 ટકા વળતર આપવામાં આવ્યું છે અને છેલ્લા એક વર્ષમાં શેરમાં 23 ટકાનું વળતર મળ્યું છે.
શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરવામાં આવે તો પ્રમોટર્સની હિસ્સેદારી 74.46 ટકા છે. જ્યારે પહ્લિક શેરહોલ્ડિંગ 25.53 ટકા છે.