પ્રાઈવેટ સેક્ટરની HDFC બેંકનો માર્ચ ત્રિમાસિક ગાળામાં ચોખો નફો 20.6 ટકા વધી રૂપિાય 12,594.47 કરોડ થયો છે. અગાઉ તે રૂપિયા 10,443.01 કરોડ નફો નોંધાયો હતો.
બેંક સમગ્ર વર્ષ 2022-23 માટે કુલ રૂપિયા 45,997.11 કરોડ કુલ નફો નોંધાવ્યો છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેને ચાર ત્રિમાસિક ગાળામાં રૂપિયા 38,052.75 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.
સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન કંપનીની આવક પણ રૂપિયા 53,850 કરોડથી 31 ટકા વધીને રૂપિયા 41,086 કરોડ થયો છે.
આ સાથે બેંકે રૂપિયા 19 ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીએ શેરદીઠ ફાઈનલ ડિવડન્ડની જાહેરત કરી છે.