થોમસ એડિશનની ગણતરી વિશ્વના મહાન વૈજ્ઞાનિકોમાં થાય છે. તેમણે આશરે 1093 શોધની પેટન્ટ પોતાના નામે કરી હતી.
જોકે, થોમસ એડિસનનું જીવન સરળ ન હતું. પ્રાઈમરી સ્કૂલમાં શિક્ષકે થોમસ એડિશનને મંદબુદ્ધિ ગણાવી કાઢી મુક્યા હતા.
થોમસ એડિસનની માતાએ તેમને ઘર પર અભ્યાસ શરૂ કરાવેલો. એડિશને અભ્યાસ કરીને એક નવો ઈતિહાસ રચ્યો હતો.
થોમસ એડિસને એવા અનેક કામ કર્યાં હતા કે જેથી તેઓ અમર થઈ ગયા. વીજળીના બલ્બની સાથે એડિશને વોઈસ રેકોર્ડ અને પ્લેબેક કરનાર ફોનોગ્રાફની શોધ કરી.
થોમસ એડિસને બલ્બમાં લાગનારા સેફ્ટી ફ્યૂઝ અને ઓન-ઓફ સ્વીચ પણ તૈયાર કરી. મોશન પિક્ચરની શોધનો શ્રેય પણ એડિસનને જાય છે.