Aloo Poha Recipe: બટાકા પૌવા બનાવવાની યુનિક રેસીપી


By Vanraj Dabhi27, Oct 2024 12:56 PMgujaratijagran.com

બટાકા પૌવા

મોટા ભાગના લોકોને નાસ્તામાં બટાકા પૌવા ખાવા પસંદ હોય છે, તમે સવારે કે સાંજે નાસ્તામાં ચા સાથે બટાકા પૌવા બનાવી શકો છો.

સામગ્રી

પૌવા, ડુંગળી, બટાકા, રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, લીલું મરચું, હીંગ, મગફળીના દાણા, હળદર, લીંબુનો રસ, ખાંડ, નારિયેળનું છીણ, મીઠું, તેલ, દાડમના દાણા, કોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ પૌવાને એક મોટી ચાળણીમાં નાખીને તેને પાણીમાં એક બે વાર ધોઈ લો અને તેની ઉપર મીઠું અને ખાંડ છાંટો અને બરાબર મિક્સ કરીને એકબાજુ રાખી દો.

સ્ટેપ-2

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તેમાં રાઈ,જીરું,લીલું મરચું,મીઠા લીમડાના પાન,મગફળી અને હીંગ-મરચું ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં ડુંગળી,બટાકા અને મીઠું નાખીને થોડીવીર પકાવી લો.

સ્ટેપ-4

હવે તેમાં હળદર,મીઠું મરચું પાઉડર અને પલાળેલા પૌવા નાખીને બરાબર મિક્સ કરો.

સર્વ કરો

હવે તેમાં લીંબુનો રસ,સૂકું છીણેલું નારિયેળ અને બારીક સમારેલા કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Besan Pudla: ચણાનાં લોટનાં પુડલાની યુનિક રેસીપી