Besan Pudla: ચણાનાં લોટનાં પુડલાની યુનિક રેસીપી


By Vanraj Dabhi27, Oct 2024 12:45 PMgujaratijagran.com

ચણાનાં લોટનાં પુડલા

ચણાના પુડલા એ એક એવી રેસીપી છે જે દરેક લોકોને ભાવે છે, તે દરેક રાજ્યમાં અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે, ચાલો જાણીએ તેને ઘરે બનાવવાની રીત.

સામગ્રી

ચણાનો લોટ, મરચું પાવડર, હળદર પાવડર, હિંગ, મીઠું, કોથમીર, તેલ.

સ્ટેપ- 1

ચણાના લોટના પુડલા બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, મરચું પાવડર, હળદર પાવડર, હિંગ, મીઠું, કોથમરી પાણી નાખીને સારી રીતે હલાવો.

સ્ટેપ- 2

હવે એક તવાને ગરમ કરો અને તેના પર બેટર રેડો અને તેને હાથ વડે વર્તુળ આકાર આપો.

સ્ટેપ- 3

હવે તેની ઉપરની બાજુઓ પર 1 ટીસ્પૂન તેલ સરખી રીતે રેડો અને મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવો.

સ્ટેપ- 4

હવે પુડલાને બીજી બાજુ પલટાવીને મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી રાંધો અને અર્ધવર્તુળ બનાવવા માટે ફોલ્ડ કરો.

સર્વ કરો

તૈયાર છે ચણાના લોટના પુડલા તમે તેને ગરમાગરમ લીલી ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Desi Ghee Recipe: દૂધની મલાઈમાંથી દાણાદાર ચોખ્ખું ઘી બનાવવાની રીત