Desi Ghee Recipe: દૂધની મલાઈમાંથી દાણાદાર ચોખ્ખું ઘી બનાવવાની રીત


By Vanraj Dabhi27, Oct 2024 11:43 AMgujaratijagran.com

ઘી બનાવવાની રીત

ઘરે બનાવેલ ઘી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે, પરંતુ દૂધની મલાઈ એકદમ પરફેક્ટ ચોખ્ખું ઘી બનવવું મુશ્કેલ બની જાય છે, ચાલો જાણીએ.

સામગ્રી

દૂધની તાજી મલાઈ, દહી, મીઠું.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક તપેલીમાં દૂધને ગરમ કરો અને પછી તેને 7થી 8 કલાક ઠંડુ થવા દો, પછી ઉપરથી જાડી મલાઈને ચમચાની મદદથી કાઢી લો.

સ્ટેપ-2

હવે એકત્ર કરેલી મલાઈમાં એક ચમચી મેરવણ ઉમેરીને મલાઈ જમાવી દો.

સ્ટેપ- 3

હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને ઝેરણીની મદદથી વલોવીને તેમાંથી માખણ ઉતારી લો.

સ્ટેપ- 4

માખણને પાણીથી એક બે વાર ધોઈને એક તપેલામાં ભેગુ કરી અને ગેસ પર ઘી બનાવવા માટે મૂકો.

સ્ટેપ- 5

માખણમાંથી બધું પાણી બળી જાય ત્યાં સુધી ધીમા ગેસ પર પકાવી લો અને થોડું ઠંડુ થાય પછી ગરણી વડે ઘી ગાળી લો.

સર્વ કરો

તૈયાર છે આપણું ઘરની મલાઈમાંથી બનાવેલું ચોખ્ખું ઘી તમે રોટલી ભાખરી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dahi Vada Recipe: દહીં વડાની યુનિક રેસીપી