Dahi Vada Recipe: દહીં વડાની યુનિક રેસીપી


By Vanraj Dabhi27, Oct 2024 11:08 AMgujaratijagran.com

દહીં વડા

દરેક લોકોએ દહીંવડા ખાધા હશે, આજે અમે તમને બજાર જેવા જ દહીંવડાની રેસીપી જણાવીશું.

સામગ્રી

દહીં,લાલ મરચું પાવડર,ખાંડ,મીઠું,સંચળ પાવડર,સેકેલું જીરું,મરી પાવડર,કોથમરી,સામો,બટેટા,તેલ,કાજુ,કિસમિસ,આદુ-મરચાની પેસ્ટ,તીખી અને મીઠી ચટણી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક તપેલીમાં 1 કપ સામો(મોરૈયો) અને તેમાં પાણી ઉમેરી બે-ત્રણ વાર તેને ધોઈ લો.

સ્ટેપ- 2

હવે એક કૂકરમાં સામો,પાણી,બટેટા ઉમેરીને 2-3 સીટી વાગે ત્યાં સુઘી પકાવો.

સ્ટેપ- 3

હવે આ મિશ્રણમાં મરી પાવડર,શેકેલુ જીરું,સંચળ પાવડર,કિસમિસ,કાજુ,આદુ-મરચાની પેસ્ટ,કોથમરી ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ- 4

તૈયાર કરેલ મિશ્રણમાંથી નાના નાના વડા બનાવી લો અને એક કડાઈમાં તેલ ગરમ કરો.

સ્ટેપ- 5

હવે ગરમ તેલમાં વડા તળીને એક ડિશમાં કાઢી લો.

સર્વ કરો

હવે જેટલા વડા સર્વ કરવા હોય તેટલા એક બાઉલમાં પાણામાં થોડી વાર પલાળીને ડિશમાં કાઢી તેના પર દહીં,તીખી-મીઠી ચટણી,કાજુ,કોથમરી,શેકેલ જીરું પાવડર અને લાલ મરચું છાંટીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Shakarpara Recipe: દિવાળી પર ઘરે બનાવો મીઠા શક્કરપારા