દિવાળી પર દરેક લોકો વિવિધ ફરસાણ ટ્રાય કરતા હોય છે, તમે બજાર જેવા મીઠા શક્કરપારા ઘરે બનાવી શકો છો.
તેલ, ઘઉંનો લોટ, ઘી, ખાંડ કે ગોળ.
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, ઘી ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક પેનમાં ખાંડ કે ગોળ અને પાણી નાખીને મિક્સ કરીને ઓગાળી લો.
ખાંડ વાળા પાણીથી લોટ બાંધી લો અને પછી લૂઆ બનાવીને રોટલી જેમ વણી લો.
હવે તેને છરી વડે શક્કરપારા જેવા આકારમાં કાપી લો
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લો.
તૈયાર છે શક્કરપારાની રેસીપી તમે ઘરે બનાવીને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.