એટલું જ નહીં માનવીના કેટલાક અંગો એવા પણ હોય છે કે જે મૃત્યુ બાદ કેટલાક વર્ષો સુધી જીવિત રહે છે.
માનવીની આંખો મૃત્યુના 6થી 8 કલાક સુધી જીવીત રહે છે.કોઈ આંખોનું દાન કરવા ઈચ્છે તો મૃત્યુના 6 કલાકની અંદર તેને કાઢવી જરૂરી છે.
માનવીના મૃત્યુ બાદ તેની આંખ ઉપરાંત કિડની, હાર્ટ અને લીવર જેવા અંગોનું પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.
કોઈ માનવીના મૃત્યુ બાદ હાર્ટને 4થી 6 કલાક સુધી અન્ય દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.
મૃત્યક વ્યક્તિની કિડની 72 કલાક અને લીવર 8 થી 12 કલાક સુધી સક્રિય રહે છે.
માનવીના શરીરમાં મૃત્યુ બાદ પણ તેની ત્વચા અને હાંડકા એક્ટિવ રહે છે. તે આશરે 5 વર્ષ સુધી જીવિત રાખી શકાય છે.
ડોનેટ લાઈફની વેબસાઈટ પ્રમાણે કોઈ વ્યક્તિના મૃત્યુના 10 વર્ષ બાદ સુધી હાર્ટ વાલ્વને જીવિત રાખી શકાય છે.