ફેફસા જ હવાથી ઓક્સિજન લઇને લોહી સુધી પહોંચાડે છે. આ કારણથી જ આપણો શ્વાસ ચાલે છે.
સારા સ્વાસ્થ્ય માટે ફેફસાનું હેલ્ધી અને મજબૂત હોવુ ખૂબ જરૂરી છે. કરો આ વસ્તુઓનું સેવન.
લીલાં પાંદડાવાળા શાકભાજીમાં એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર માત્રા હોય છે. આ ફેફસાને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે.
ફણગાવેલા અનાજમાં ખૂબ જ ફાયબર અને વિટામિન ઈ હોય છે. આમાં એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ પણ રહેલા છે.
સફરજન ફેફસા માટે ખૂબ જ ફાયદાકારક છે. આમાં પર્યાપ્ત માત્રામાં વિટામિન ઇ અને વિટામિન સી હોય છે.
નારંગીમાં રહેલું વિટામિન સી ફેફસા માટે સારું હોય છે. આ એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે.
વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ અને અન્ય ઘણાં પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે બીટ. આ ફેફસા માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.