બાળકોના મોંઢામાંથી દુર્ગંધ આવવી એક સામાન્ય સમસ્યા છે, જેના સ્વાસ્થ્યને લગતા ઘણા કારણો હોઇ શકે છે. આ સમસ્યાને અવગણવી ના જોઇએ. આવો જાણીએ બાળકોના મોઢાંમાંથી કેમ દુર્ગંધ આવે છે.
બાળકો સારી રીતે દાંતની સફાઇ નથી કરતાં તેના કારણે મોંઢામાંથી દુર્ગંધ આવે છે. દાંતને રોજ બ્રશ અને ફ્લોસ કરવાથી દાંતને લગતી સમસ્યા દૂર થાય છે સાથે જ મોંઢાની સ્મેલની સમસ્યા પણ ખતમ થાય છે.
બાળકોને વધારે પડતું મસાલેદાર ખોરાક ખવાડાવવાથી તેમના મોંઢામાંથી સ્મેલ આવવા લાગે છે. મસાલેદાર ખોરાથી બાળકોને પેટમાં વાત-પિત્ત વધે છે જેના કારણે મોઢાંમાથી દુર્ગંધ આવવાની સમસ્યા વધે છે.
ઘણી વખતે બાળકોની ખરાબ ઓરલ હેલ્થના કારણે પણ સ્મેલ આવવા લાગે છે, જેમ કે મોંઢાના છાલા, મોંઢાનો કોઇ રોગ અથવા ગળામાં કાકળા જેવી સમસ્યામાં પણ મોઢામાંથી સ્મેલ આવવાનું કારણ બને છે.
બાળકોમાં પેઢામાં ઇન્ફેક્શનના કારણે સોજા, દુખાવો અથવા ખરાબ લોહી આવવાની સમસ્યા થવા લાગે છે. મોઢાંમાંથી દુર્ગંધ આવવા પાછળનું કારણ પેઢાને લગતી સમસ્યા મુખ્ય કારણ છે.
બાળકોમાં ગેસ, કબજિયા અને પેટમાં કોઇ અન્ય સંક્રમણ થવાના કારણે પણ મોંઢામાંથી દુર્ગંધ આવવા લાગે છે. બાળકોને પોષ્ટિક આહારનું જ સેવન કરાવો, જેનાથી પેટને લગતી સમસ્યામાં ઘટાડો આવી શકે.