આ સ્વાદિષ્ટ નાના સમોસા વિવિધ મસાલાઓ વડે તૈયાર કરવામાં આવે છે. તેનો ટેસ્ટી સ્વાદ મોઢામાં પાણી લાવી દે છે, તે પુરણ વડે બનાવવામાં આવે છે.
પડ માટે: 1/2 કપ મેંદાનો લોટ, મીઠું જરૂર મુજબ, 1/2 ચમચી અજમો, 2 ચમચી તેલ, 1 ચમચી ઘી.1/4 ચમચી જીરું, 1 કપ ડુંગળી, 2 કપ બટાકા, 1/2 કપ ગાજર, 1/2 કપ વટાણા,1/2 ચમચી ગરમ મસાલો,1/2 ચમચી આદું મરચાં પેસ્ટ, 1/2 ચમચી ચાટ મસાલો, 1/4 કપ કોથમીર,તેલ તળવા માટે,કેચઅપ.
સૌપ્રથમ પેનમાં 1/2 કપ પાણી ગરમ કરી તેમાં મીઠું,અજમો,ઘી અને તેલ ગરમ કરી મૈંદાનો લોટ થોડો થોડો ઉમેરી કઠણ લોટ બાંધીને ઢાંકીને 10 મીનીટ રાખો.
કઢાઈમાં તેલ ગરમ કરી અજમો અને જીરું તતડે ડુંગળી સાંતળી તેમાં બટાકા,ગાજર અને વટાણા ઉમેરી સોંતળી ગેસ બંધ કરી નીચે ઉતારી ગરમ મસાલો મિક્સ કરો.
હવે ચાટ મસાલો,મીઠું,આદું મરચાંની પેસ્ટ અને કોથમીર નાખીને મિક્સ કરો અને મૈદાના લોટને મસળી એકસખાં લુવા બનાવી પતલી લંબગોળ પૂરી બનાવી લો.
હવે પૂરીને વચ્ચે થી કટ્ટ કરી બોર્ડર પર ફરતે પાણી વાળો હાથ કરી કોન શેઈપ આપો.
હવે કોર્ન શેઈપમાં પુરણ ભરી દબાવી ચિપકાવી દો.
આ રીતે બધાં તૈયાર કરી લો અને એક કડાઈમાં તેલ ગરમ કરી બધા તળી લો.
ગોલ્ડન બ્રાઉન કલરનાં થાય ત્યાં સુધી તળી લો અને પછી સર્વિંગ પ્લેટમાં લઇને ગરમાગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.