ચાટ માટે બજારમાં મળતી મસાલા પુરી તમે ઘરે પણ બનાવી શકો છો, નોંધી લો સરળ રેસીપી.
બેસન, ચોખાનો લોટ,ઘઉંનો લોટ, મેંદો, અજમો, જીરું, મીઠું, હળદર, લીલા મરટાની પેસ્ટ, ચાટ મસાલો, તલ, મરીનો પાઉડર, તેલ.
સૌ પ્રથમ એક બાઉલમાં બેસન, ચોખાનો લોટ, ઘઉંનો લોટ અને મેંદો બરાબર મિક્ષ કરી લો.
હવે તેમાં તેલનું મોણ, મીઠું, હળદર નાખીને હાથથી મિક્સ કરો.
હવે તેમાં મરીનો પાઉડર, તલ, લીલા મરચાની પેસ્ટ, ચાટ મસાલો અને પાણી નાખીને લોટ બાંધી લો.
હવે લોટમાંથી નાના લૂઆ બનાવીને પુરીઓ વણીલો.
હવે પુરીઓને પંખા નીચે થોડીવાર સૂકવી પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં પુરીઓ તળી લો.
તૈયાર છે ચાટ મસાલા પુરી, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.