સાઉથ ઈન્ડિયન ફૂડ ક્રિસ્પી મેદુ વડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, ચાલો જાણીએ તેની રેસીપી.
રવો, પાણી, જીરું, તેલ, લીંબુનો રસ, લીલા ધાણા, લીલા મરચા, મીઠા લીમડાના પાન, મીઠું.
સૌ પ્રથમ એક પેનમાં પાણી ગરમ કરી તેમાં તેલ અને મીઠું ઉમેરો.
પાણી ઉકળે એટલે તેમાં રવો ઉમેરીને મિક્સ કરીને લોટ જાવું બનાવી તેને એક વાસણમાં કાઢીને ઠંડુ થવા દો.
થોડું ઠંડુ થાય પછી તેમાં જીરું, લીલું મરચું, લીલા ધાણા, લીંબુનો રસ, કાળા મરીનો પાઉડર વગેરે નાખીને મિક્સ કરો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને આ બેટરમાંથી વડા બનાવી ગરમ તેલમાં તળી લો.
તૈયાર છે ક્રિસ્પી રવાના વડા, તમે નારિયેળની ચટણી અને સાંભાર સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.