લાડુ ઘણી પ્રકારના હોય છે, આ ગણેશ ચતુર્થી પર તમે બુંદીના લાડુ બનાવવા મટે આ રેસીપી નોંધી લો.
બેસન, પાણી, કેસરી ફૂડ કલર, ઘી, બેકિંગ સોડા, ખાંડ, તેલ.
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ,બેકિંગ સોડા, પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
હવે એક પેનમાં પાણી,ફૂડ કલર અને ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરી ચાસણી તૈયાર કરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ઝારા રાખીને બુંદી પાડી લો.
હવે મિડીયમ ગેસ પર બંદી તૈયાર કરી પછી તેને તૈયાર કરેલ ચાસણીમાં ઉમેરો.
હવે બંદીના લાડુ બનાવીને એક પ્લેટમાં મૂકો.
તૈયાર છે બુંદીના લાડુ તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.