Coconut Ladoo Recipe: ગણેશ ચતુર્થી પર ઘરે ટ્રાય કરો સૂકા કોપરાના લાડુ


By Vanraj Dabhi02, Sep 2024 11:32 AMgujaratijagran.com

કોપરાના લાડુ

ગણેશજીને લાડુ પ્રિય છે તેથી તમે આ ગણેશ સૂકા નારિયેળના કોપરાના લાડુ અર્પણ કરી શકો છો.

સામગ્રી

સૂકુ નારિયેળ, દૂધ, ખાંડ, ઘી, એલચી પાવડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક કડાઈમાં નારિયેળના કોપરાનું ખમણ નાખીને થોડી વાર શેકી લો.

સ્ટેપ-2

થોડું શેકાઈ જાય એટલે તેમાં દૂધ નાખીને ચમચા વડે હલાવતા રહો.

સ્ટેપ-3

દૂધ સંપૂર્ણપણે બળી જાય એટલે ખાંડ ઉમેરીને ઓગાળીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

ચાસણી સંપૂર્ણપણે સોસાઈ ન જાય ત્યાં સુધી હલાવો પછી તેમાં ઘી,એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે સૂકા નારિયેળના લાડુ તમે ગણેશજીને અર્પણ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Recipe: કાકડીનો સંભારો બનાવવાની રીત