Recipe: કાકડીનો સંભારો બનાવવાની રીત


By Vanraj Dabhi02, Sep 2024 10:55 AMgujaratijagran.com

કાકડીનો સંભારો

ભોજન સાથે સંભારો દરેક લોકોને પસંદ હોય છે, આજે અમે તમને કાકડીનો સંભારો બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

કાકડી,મરચાં,રાઈ-જીરુ, તેલ, ચણાનો લોટ, હીંગ, હળદર, મીઠું, લીંબુનો રસ.

સ્ટેપ-1

સૌ પ્રથમ કાકડી મરચાને ધોઈને પતીકા અથવા ચોરસ ટુકડામાં સમારી લો અને મરચાંના ફાડા કરીને બે-બે ચીરામાં સમારી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં ચણાનો લોટ ચાળીને લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરૂ, હીંગનો વઘાર કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં તેમાં સમારેલા મરચાં નાખીને સાંતળી લો.

સ્ટેપ-5

હવે તેમાં કાકડી, સ્વાદ મુજબ મીઠું,હળદર નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-6

હવે તેમાં ચણાનો લોટ ઉમેરીને મિક્સ કરીને ઢાંકીને પકાવી લો.

સર્વ કરો

હવે તેમાં લીંબુનો રસ નાખીને મિક્સ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Modak Recipe: ગણેશ ચતુર્થી પર વેગન મોદક બનાવવાની પરફેક્ટ રેસીપી