Modak Recipe: ગણેશ ચતુર્થી પર વેગન મોદક બનાવવાની પરફેક્ટ રેસીપી


By Vanraj Dabhi02, Sep 2024 10:29 AMgujaratijagran.com

વેગન મોદક રેસીપી

ગણેશજીની પ્રિય એવા મોદકની રેસીપી તમે ઘરે ટ્રાય કરી શકો છો, નોંધી લો રેસીપી.

સામગ્રી

નાળિયેર, બદામનું દૂધ, ગોળ, એલચી પાઉડર, કેસર, નારિયેળ તેલ, સફેદ તલ, મગફળી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં મગફળી અને તલને હળવા શેકી લો અને એક મિક્સર જારમાં નાખીને બરછટ પીસીને પાઉડર બનાવી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી નાળિયેરનું કોપરું ઉમેરીને ધીમા તાપે સાંતળો.

સ્ટેપ-3

હવે તેમાં બદામનું દૂધ, ગોળ અને કેસર નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં મગફળી-તલનો પાવડર ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ-5

હવે ગેસ બંધ કરી અને મિશ્રણને થોડું ઠંડુ થવા દો પછી મોદકના મોલ્ડને ગ્રીસ કરી તેમાં મિશ્રણ ભરીને હળવા હાથે દબાવીને તૈયાર કરો.

સર્વ કરો

તૈયાર છે વેગન મોદક તમે ગણેશજીને અર્પણ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રૂબિના ફ્રાન્સિસે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ