ભારતની રૂબિના ફ્રાન્સિસે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
તેણીએ 31 ઓગસ્ટના રોજ પેરિસ પેરા ગેમ્સમાં ભારતીય શૂટર્સ માટે મજબૂત પ્રદર્શન કરતા દેશનું ગૌરવ વધાર્યું હતું
તેમના મજબૂત મનોબળ અને પ્રત્યેક શોટમાં એકાગ્રતા કેળવીને રૂબીનાએ 211.1નો સ્કોર કરીને આઠ મહિલાઓની ફાઇનલમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું
રૂબીનાએ દિવસની શરૂઆતમાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં સાતમા સ્થાને રહ્યા બાદ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
રૂબીનાએ ભારત માટે પેરિસ પેરાલિમ્પિક્સમાં શૂટિંગમાં ચોથો અને કુલ મેડલની સંખ્યા પાંચ સુધી પહોંચાડવામાં મહત્વનો ફાળો આપ્યો છે