સ્ટ્રીટ સ્ટાઈલ બદામ શેક બનાવવાની સરળ રેસિપી, વારંવાર પીવાનું થશે મન


By Sanket M Parekh17, Jun 2023 04:23 PMgujaratijagran.com

સામગ્રી

બદામ શેક બનાવવા માટે તમારે આ વસ્તુઓની જરૂર પડશે. દૂધ, બદામ, ખાંડ, ઈલાયચી અને ડ્રાય ફ્રૂટ્સ

બનાવવાની રીત

સૌ પ્રથમ બદામ અને ઈલાયચીને પલાળી લો. બીજા દિવસે સવારે તેને સારી રીતે ઉકાળો. જે બાદ એક નાની વાટકીમાં થોડું દૂધ લઈને તેમાં કસ્ટર્ડ પાવડર મિક્સ કરો.

કસ્ટર્ડ પાવડર મિલાવો

ધ્યાન રાખજો કે, દૂધ વધારે ગરમ ના થાય. કસ્ટર્ડ પાડવરને ત્યાં સુધી મિક્સ કરતા રહો, જ્યાં સુધી તેમાં ગાંઠો ખતમ ના થઈ જાય.

ખાંડ મિક્સ કરો

ઉકળતા દૂધમાં આ કસ્ટર્ડ પાવડરને હલાવતા-હલાવતા મિક્સ કરો. જે બાદ તેમાં જરૂરિયાત મુજબ ખાંડ ઉમેરો.

ઈલાયચી અને બદામ ઉમેરો

પલાળેલી બદામને છીણી નાંથો અને તેમાં ઈલાયચી અને થોડું દૂધ મિક્સ કરીને પીસી નાંખો. આ પેસ્ટ તૈયાર થયા બાદ તેને પણ ઉકળતા દૂધમાં મિક્સ કરો.

કડક થવા સુધી હલાવતા રહો

જે બાદ દૂધને કડક થવા સાથે હલાવતા રહો અને પછી તેમાં કાપેલી બદામ મિક્સ કરી લો. હવે આ દૂધને થોડી વાર ઠંડુ થવા માટે છોડી દો.

બદામ ગાર્નિશ કરો

દૂધ ઠંડુ થયા બાદ તેને ગ્લાસમાં નાંખો અને બદામ ગાર્નિશ કરો. જો તમે ઈચ્છો તો. તેમાં બરફ અને આઈસ્ક્રીમ નાંખી શકો છો.

ભારત પર ત્રાટકી ચૂકેલા 7 શક્તિશાળી વાવાઝોડા