ભારત પર ત્રાટકી ચૂકેલા 7 શક્તિશાળી વાવાઝોડા


By Sanket M Parekh17, Jun 2023 04:16 PMgujaratijagran.com

કંડલા વાવાઝોડું

4 જૂન 1998ના ગુજરાતમાં વાવાઝોડાએ ભયંકર વિનાશ વેર્યો હતો. જેનું લેન્ડફૉલ કંડલા બંદર પર થયું હતુ. આ વાવાઝોડામાં 1000થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

નીલોફર વાવાઝોડું

ઓક્ટોબર, 1994માં આવેલ આ વાવાઝોડું અરબી સમુદ્ર માટે ત્રીજુ સૌથી શક્તિશાળી વાવાઝોડું હતુ. ભારતના કાંઠા વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. આ સાથે નીચાણ વાળા વિસ્તારમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતુ.

હુડહુડ વાવાઝોડું

આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કાંઠા વિસ્તારમાં 12 ઓક્ટોબર, 2014ના રોજ આ વાવાઝોડું ટકરાયું હતુ. જેમાં લગભગ 124 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ સાથે જ બિલ્ડિંગો અને રસ્તા તેમજ વીજ પૂરવઠાને વ્યાપક નુક્સાન થયું હતું.

ફૈલિન વાવાઝોડું

ઓડિશાના ગંજમ જિલ્લાના ગોપાલપુરની નજીક 12 ઓક્ટોબર, 2013ના 200 કિમી પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડુ ટકરાયું હતુ. જેમાં 44 લોકોના મોત થયા હતા.

વરદા વાવાઝોડું

12 ડિસેમ્બર 2016ના ચેન્નઈના કાંઠે આ વાવાઝોડું ટકરાયું હતુ. જેના પગલે તમિલનાડુમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સાથે અનેક વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા હતા.

ફેની વાવાઝોડું

આ વાવાઝોડું 3 મે, 2019ના ઓડિશાના પુરી નજીક 175 કિમી પ્રતિ કલાકની ઝડપે ટકરાયું હતુ. આ વાવાઝોડામાં 64 લોકોના મોત થયા હતા.

અમ્ફાન વાવાઝોડું

બંગાળની ખાડીમાં આવેલ આ વાવાઝોડું 20 મે, 2020ના રોજ પશ્ચિમ બંગાળના સુંદરવન નજીક ટકરાયું હતુ. આ ભીષણ વાવાઝોડામાં 129 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

કાળા પડી ગયા છે ચાંદીના વાસણ અને દાગીના? આ ટિપ્સની મદદથી નવા જેવા ચમકશે