કાળા પડી ગયા છે ચાંદીના વાસણ અને દાગીના? આ ટિપ્સની મદદથી નવા જેવા ચમકશે


By Sanket M Parekh17, Jun 2023 04:11 PMgujaratijagran.com

વિનેગારથી સાફ કરો

તમે વિનેગારથી પણ ચાંદીની સફાઈ કરી શકો છો. આ માટે એક કપ વિનેગારમાં 1 ચમચી મીઠુ નાંખો અને સારી રીતે મિક્સ કરી લો. જે બાદ આ મિશ્રણને ચાંદી પર લગાવીને તેને 15 મિનિટ સુધી છોડી દો. 15 મિનિટ પછી ચાંદીને ગરમ પાણીથી ધોઈને પછી કપડાથી લૂછી લો. ચાંદી પહેલાની જેમ ચમકવા લાગશે.

ટૂથપેસ્ટની મદદ

આ માટે સૌ પ્રથમ એક બ્રશ લો અને તેના પર ટૂથપેસ્ટ લગાવો અને પછી ચાંદીના દાગીના પર ઘસો. જે બાદ તેને ગરમ પાણીમાં નાંખો. ફીણ થવા સુધી રાહ જુઓ અને પછી તેને બહાર કાઢીને સ્વચ્છ કપડાથી લૂછી લો. ચાંદીની ચમક પાછી આવી જશે.

બેકિંગ સોડા

બેકિંગ સોડાને ગરમ પાણીમાં મિલાવીને આ પેસ્ટથી ચાંદીની વસ્તુઓને સાફ કરવાથી કાળાશ દૂર થશે.

ફૉઈલ પેપરથી સાફ કરો

ફ્રાય પેનમાં ફૉઈલ પેપરનો બેસ બનાવો અને તેમાં 3 ગ્લાસ પાણી અને એક ચમચી મીઠુ નાંખીને સારી રીતે મિક્સ કરીને તેને ઉકળવા દો. હવે ચાંદીની વસ્તુને આ પાણીમાં નાંખો અને બે મિનિટ સુધી ઉકળવા દો. જે બાદ પાણીમાંથી કાઢીને તેને કપડાથી લૂછી લો, ચાંદીની ચમક પાછી આવી જશે.

લીંબુ અને ઓલિવ ઓઈલ

એક વાડકીમાં અડધો કપ લીંબુનો રસ અને એક ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરો. આ મિશ્રણમાં સ્વચ્છ કપડુ ડૂબાડીને ધીમે-ધીમે ચાંદી પર ઘસો. છેલ્લે ચાંદીના દાગીનાને સ્વચ્છ પાણીથી ધોઈને સૂકવી દો.

હેર કંડિશનરથી ચમકાવો ચાંદી

વાળની સાઈનિંગ જાળવા રાખવા માટે વપરાતુ હેર કંડિશનર ચાંદીની ચમકને પરત લાવવા માટે અસરકારક છે. ચાંદીના દાગીના પર હેર કંડિશનર લગાવીને સૉફ્ટ બ્રશની મદદથી હલકા હાથ ઘસો. જેથી દાગીના પર જામેલા કાળાશ મિનિટોમાં દૂર થઈ જશે.

વિદેશી હૂંડિયામણમાં ફરી વખત આવ્યો ઘટાડો