ભારતના વિદેશી હૂંડિયામણનો ભંડાર 9 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 1.318 અબજ ડોલર ઘટી 593.749 અબજ ડોલર થયું છે.
ગયા સપ્તાહમાં કુલ વિદેશી હૂંડિયામણ 5.93 અબજ ડોલર વધીને 595.067 અબજ ડોલર થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર, 2021માં દેશનું વિદેશી હૂંડિયામણ 645 અબજ ડોલરના સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયુ હતું.
વૈશ્વિક ઘટનાઓને લીધે પેદા થયેલા દબાણ વચ્ચે રિઝર્વ બેંકે રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે સતત હૂંડિયામણનો ઉપયોગ કરવાથી તેમાં ઘટાડો થાય છે.