યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા 14 નવા પ્રીમિયમ પ્રોડક્ટ્સ લોંચ કર્યાં છે. આયુર્વેદિક હર્બલ દવાઓથી લઈ સ્વદેશી સામાનો સુધી પોતાની પહોંચ મેળવી છે.
આ કંપની પતંજલિએ ટ્રાસ્યુટિકલ્સ, મોટા અનાજના હેલ્થ બિસ્કિટ, વ્હે પ્રોટીન, ન્યૂટ્રેલા મિલેટ આધારિત ઉત્પાદનોમાં 14 પ્રોડક્ટ્સ લોંચ કર્યાં.
લિસ્ટેડ કંપની પતંજલિ ફૂડ્સનો કારોબાર રૂપિયા 50 હજાર કરોડ સુધી લઈ જવાનો ઉદ્દેશ ધરાવે છે.
અગાઉ પતંજલિ ફૂડ્સને રુચિ સોયાના નામથી ઓળખવામાં આવતી હતી. પતંજલિ રાગી, જવાર, જવ, ઘઉં, ચોખા, મકાઈ તથા ચાણાના અનેક ઉત્પાદનો વેચાણ કરે છે.