હાવડા જંક્શન ભારતના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનમાં આવે છે. આ સ્ટેશન સૌથી જૂનું છે. અહીં લગભગ 23 પ્લેટફોર્મ છે. દરરોજ અહીં લાખો લોકોની ભીડ રહે છે.
આંધ્ર પ્રદેશનું વિજયવાડા રેલવે સ્ટેશનમાં 10 પ્લેટફોર્મ છે. અહીં દરરોજ લાખો લોકોની ભીડ રહે છે. આ ભારતનું બીજા નંબરનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છે.
કલ્યાણ જંક્શન મુંબઈ રેલ નેટવર્કનું સૌથી મુખ્ય રેલવે સ્ટેશન છે. અહીં 8 પ્લેટફોર્મ છે અને લોકોની ખૂબ જ ભીડ રહે છે. આ ભારતનું ત્રીજા નંબરનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છે.
લખનઉનું ચારબાગ રેલવે સ્ટેશન દેશનું ચોથુ સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છે. અહીં 300થી વધુ ટ્રેનો દરરોજ પસાર થાય છે. અહીં 15 પ્લેટફોર્મ છે.
કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશન દેશનું પાંચમું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છે. અહીં 10 પ્લેટફોર્મ છે, જ્યાં દરરોજ 260થી વધુ ટ્રેનો પસાર થાય છે.
બિહારનું પટના જંક્શન પણ દેશના વ્યસ્ત રેલવે સ્ટેશનો પૈકીનું એક છે. અહીં 10 પ્લેટફોર્મ છે અને લગભગ 2-3 લાખ પેસેન્જર દરરોજ અહીંથી મુસાફરી કરે છે.
મુગલસરાય રેલવે સ્ટેશન દેશના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન પૈકી એક છે. આ સ્ટેશનનું નામ બદલીને હવે પંડિત દિનદયાલ ઉપાધ્યાય જંક્શન કરી દેવામાં આવ્યું છે.