• 100 ગ્રામ માવો • મેંદો અથવા સોજી • 1 - 4 ટીસ્પૂન બેકિંગ સોડા • 2 કપ ખાંડ • 2 કપ પાણી • 2 ટેબલસ્પૂન દૂધ • 4 લીલી ઈલાયચી • ઘી બ્રેડ ક્યૂબ્સ
સૌ પ્રથમ એક બાઉલમાં માવાને સારી રીતે મૈશ કરી લો. જે બાદ તેમાં મેંદો અને બેકિંગ સોડા મિક્સ કરીને પેસ્ટ જોવો લોટ તૈયાર કરી લો.
લોટ તૈયાર કરવા માટે તમે ફૂડ પ્રોસેસરનો પણ ઉપયોગ કરી શકો છે. યાદ રાખો કે, લોટ એકદમ લચીલો હોવો જોઈએ. હવે તેના નાના-નાના બૉલ્સનો આકાર આપી દો.
કડાઈને ગેસ પર રાખો અને તેને ગરમ થવા દો. ગરમ થયા બાદ તેમાં ઘી ઉમેરી દો. ઓછી આંચ પર બ્રેડ ક્યૂબ્સ નાંખીને લાઈટ બ્રાઉન થવા દો. આ પ્રક્રિયા ઘીના તાપમાનને ઓછું કરવા માટે છે.
હવે બ્રેડ નીકાળીને તેમાં બૉલ્સ નાંખો અને ગોલ્ડન બ્રાઉન થવા સુધી ફ્રાય કરો. યાદ રાખો કે, આ એકબીજાને ટચ ના કરો. આ પ્રકારે ધીમે-ધીમે તમામ બોલ્સને ગોલ્ડન બ્રાઉન કરી નાંખો.
હવે એક વાસણમાં પાણી નાંખીને તેમાં ખાંડ મિક્સ અને ધીમી આંચ પર પકાવો. આ દરમિયાન તેને સતત હલાવતા રહો. ચાસણી તૈયાર થયા બાદ હવે તેને અલગ કરીને ઠંડુ થવા દો.
જે બાદ તેમાં ઈલાયચી મિક્સ કરીને ફરીથી ઉકળવા માટે છોડી દો. હવે તેમાં ગુલાબ જાંબુ નાંખીને ગેસ બંધ કરી દો. ચાસણીમાં બોલ્સને થોડી વાર સુધી ડૂબેલા રહેવા દો.