• સોયાબીન-200 ગ્રામ • ડુંગળી- 1 મોટી સાઈઝ • શિમલા મરચુ- 1 કાપેલુ • લીલા મરચા- 2-3 કાપેલા • ગાજર- 1 કાપેલું • તેલ- 1 ચમચી • કોર્ન ફ્લોર- 2 ચમચી • કાળા મરીનો પાવડર- અડધી ચમચી • ગ્રીન ચિલી સૉસ- 1 ચમચી • સોયા સૉસ- 2 ચમચી • ટોમેટો સૉસ- 2 ચમચી • વિનેગાર- 2 ચમચી • સ્વાદ અનુસાર • કોથમીર- 2 ચમચી (કાપેલી)
સૌ પ્રથમ સોયાબિનને પાણીમાં ઉકાળીને તેનું પાણી નીચોવીને એક પ્લેટમાં નીકાળીને રાખી લો.
એક પૈનમાં તેલ ગરમ કરો અને જ્યારે તેલ ગરમ થઈ જાય, ત્યારે તેમાં કાપેલી ડુંગળી, લીલા મરચા, શિમલા મરચુ, ગાજર વગેરે નાંખીને ક્રશ કરો.
જ્યારે શાકભાજી સામાન્ય પાકી જાય, તો તેમાં મીઠુ અને મસાલા સાથે બતાવવામાં આવેલ તમામ સૉસ અને વિનેગાર નાંથો અને સારી રીતે મિક્સ કરો.
હવે એક બાઉલમાં કોર્ન ફ્લોર લઈ લો અને પાણી નાંખીને પેસ્ટ બનાવો. જે બાદ તેમાં શાકભાજીના મિશ્રણમાં નાંખીને મિક્સ કરો.
હવે આ મિક્સચરમાં ઉકાળવામાં આવેલા સોયાબિન નાંખો અને સારી રીતે મિક્સ કરો. થોડી વાર સુધી ગરમ થવા દીધા બાદ ગેસ બંધ કરી દો.
હવે તેના ઉપર લીલી કોથમીર નાંખીને ગાર્નીશ કરો અને પછી ગરમાગરમ સર્વ કરો.