ન્યૂઝીલેન્ડમાં અર્થતંત્રમાં મંદીની અસર, જોવા મળે છે સુસ્તી


By Nileshkumar Zinzuwadiya15, Jun 2023 04:10 PMgujaratijagran.com

ન્યૂઝીલેન્ડના અર્થતંત્રમાં મંદી

ન્યૂઝીલેન્ડના અર્થતંત્રમાં મંદીની અસર જોવા મળી છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલા આંકડાકીય માહિતીમાં આ જાણકારી આપવામાં આવી છે.

GDPમાં 0.1 ટકાનો ઘટાડો થયો

ઊંચા વ્યાજદરોને લીધે ન્યૂઝીલેન્ડના GDPમાં 0.1 ટકાનો ઘટાડો થયો છે. આ અગાઉ ત્રિમાસિક ગાળામાં GDP 0.7 ટકાનો ઘટાડો આવ્યો હતો. સતત બીજા ત્રિમાસિક ગાળામાં GDPમાં ઘટાડો મંદીની સ્થિતિ દર્શાવે છે.

12મી વખત વધારો

ન્યૂઝીલેન્ડની સેન્ટ્રલ બેંકે વ્યાજ દર સતત 12મી વખત વધારી 5.5 ટકા કર્યા છે. તેને લીધે અર્થતંત્રમાં સુસ્તીની અસર જોવા મળે છે.

વ્યાજદરમાં વધારો

તેને પગલે ઘર, કાર અથવા અન્ય કોઈ વસ્તુની ખરીદી કરવી મોંઘી થઈ ગઈ છે. જોકે મધ્યસ્થ બેંકે સંકેત આપ્યા છે કે વધુ વ્યાજદરો વધારવાની યોજના ધરાવતી નથી.

WhatsApp બદલાઈ જશે ચેટિંગનો અંદાજ, આવી રહ્યું છે વીડિયો મેસેજ ફિચર