ભારતમાં મળતા આ સ્ટ્રીટ ફુડને તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો


By Smith Taral13, Apr 2024 02:56 PMgujaratijagran.com

વેજીટેબલ સમોસા

બટાકા, વટાણા, ગાજર અને મસાલાના સ્ટફીંગથી ભરેલા આ સમોસાને લોકો ખૂબ પસંદ કરે છે

આલુ ટીક્કી

આ એક પોપ્યુલક સ્ટ્રીટ ફુડ છે મેશ પોટેટો, જીરુ, કોથમીર અને મરચાના મીક્ષરથી બનાવવામાં આવે છે. આ મીક્ષરને પેટીસને શેપ આપી તેને તેલમાં શેલા ફ્રાય કરવામાં આવે છે.

દાબેલી

પાવમાં મસાલેદાર બટાકાનું સ્ટફીંગ અને તેની ઉપર આમલીની ચટણી, શેકેલી મગફળી અને દાડમના દાણાથી ગાર્નીશ કરવામાં આવે છે. આ પણ ખાવામાં સોફ્ટ, ગળી અને સાથે ચટપટી હોય છે

બટાકાના ભજીયા

આમા બટાકાની સ્લાઈસને ચણાના લોટના બેટરમા ડૂબોડીને ડીપ ફ્રાય કરવામાં આવે છે. આને તમે ચટણી અને સોસ સાથે ખાઈ શકો છો.

સેવ પૂરી

જો તમે ચાટ ખાવાના શોખીન હોવ તો તમે ઘરે સેવ પૂરી બનાવી શકો છો. ક્રન્ચી પુરીમાં બટાકા અને ચણાનું સ્ટફીંગ ભરી તેમા લીલી ચટણી, મીઠી ચટણી અને ઉપર મસાલો અને ખૂબ સેવ નાખીને બનાવવામાં આવે છે

મોમોસ

લોટના કણકમા શાકભાજી અને મસાલા ભરીને સ્ટીમ કરીને રાધો, બરાબર કુક થઈ ગયા પછી તેને મરચાની રેડ તીખી ચટણી સાથે ખાવો

હીટવેવ 2024: શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે આ ખોરાકનું સેવન કરો