તરબૂચમાં પાણી અને ફાઈબરનું પ્રમાણ મોટી માત્રામાં હોય છે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચ ખાવાથી શરીરને ઠંડક મળે છે અને તેને હાઈડ્રેેેટેડ રાખે છે.
કેરી એન્ટીઑકિસડન્ટો, ફાઇબર અને વિટામિન્સનો ઉત્તમ સ્ત્રોત છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને પાચનને સરળ બનાવવામાં મદદ કરી શકે છે.
પપૈયુ પાણી અને ફાઇબરથી ભરપૂર હોય છે જે તમને હીટ વેવ દરમિયાન પાચન સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે.
પીચીસ એ ઉનાળાના ફળોમાંનું એક છે જે શરીરમાં પ્રવાહી સંતુલન જાળવવામાં અને એન્ટીઑકિસડન્ટો પ્રદાન કરવામાં મદદ કરે છે
કાકડડીને તમે સલાડમાં ખાઈ શકો છો તેમજ તેના જ્યુસમાં આદુ અને લીંબુ નાખી તેનું સમર ડ્રીન્ક પણ બનાવી શકો છો
રિફ્રેશિંગ ટ્વિસ્ટ માટે, તમે ગ્રીન વેજીસને સલાડ અને સ્મૂધીમાં એડ કરી તેનો હેલ્ધી ડ્રીન્ક બનાવી શકો છો અથવા તેને એક સાઇડ ડિશ તરીકે પણ ખાઈ શકો છો
પ્રાચીન સમયથી છાશ ભારતમાં ઉનાળામાં પીવામાં આવતું એક ડ્રીન્ક છે જે પાચન અને હાઇડ્રેશનમાં મદદ કરે છે. આદુ, તાજા ધાણા, અને શેકેલું જીરું નાખી તમે તેનો ટેસ્ટ વધારી શકો છો
દહીંમાં હેલ્ઘી બેક્ટેરિયા રહેલા હોય છે જે તમને પાચનમાં મદદ કરે છે. આ સિવાય તેમાં કેલ્શિયમ ભરપૂર હોય છે, તમે તેને સ્ટ્રોબેરી અને કેરી સાથે મીકસ કરીને શ્રીખંડ તરીકે પણ ખાઈ શકો છો.