જો તમે અમદાવાદમાં રહેતા હોવ અને સ્ટ્રીટ ફૂડ્સ ખાવાના શોખીન હોવ તો, આજે અમેતમારી માટે એવા સ્ટ્રીટ ફુડ લઈ આવ્યા છે જે તમે અમદાવાદમાં સરળતાથી ખાઈ શકો છો. આ ચટપટા અને મસાલેદાર ડીશ જોઈને તમારા મોંમા ચોક્ક્સ પાણી આવી જશે.
અમદાવાદી ફૂડની વાત કરવામાં આવે તો ફાફડા-જલેબી સૌથી પહેલા આવે. આ સ્વાદીષ્ટ સ્વીટ-નમકીન અમદાવાદના બેસ્ટ નાસ્તામાંથી એક છે.
ખમણ ઢોકળા તરીકે પ્રખ્યાત, ખમણ એ અમદાવાદમાં સૌથી ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ્સમાંથી એક છે, આ તમને શહેરની આસપાસની ઘણી રેસ્ટોરાં અને સ્ટ્રીટ શોપ પર મળી રહેશે.
ગુજરાતી સ્ટ્રીટ ફૂડ ઢોકળા વિના અધૂરું છે, ઢોકળા સોફટ સ્પંજી અને સ્વાદમા સહેજ ખાટા હોય છે. અમદાવાદમાં તમને ઢોકળા સરળતાથી મળી રહેશે
જો તમે ચાટ ખાવાના શોખીન હોવ તો તમારે અમદાવાદમા સેવ પુરી જરૂરથી ટ્રાય કરવી જોઈએ. અમદાવદમાં પાણી પૂરીની સ્ટોલમાં તમને સેવ પૂરી ટ્રાય કરી શકો છો
ખાંડવી પણ એક હળવો અને ટેસ્ટી ગુજરાતી ફૂડ છે. આ બેસણમાંથી બનાવવામાં આવે છે આનું ટેક્ષર ઘણુંજ સોફ્ટ હોય છે
સેવ ખમણી એક પોપ્યુલર ગુજરાતી સ્ટ્રીટ ફુડ છે આમાં ખમણને ક્રશ કરી તેને તેની ઉપર ચટણી, સેવ અને દાડમ નાખીને ખાઈ શકાય છે.
લોચો ગુજરાતમાં સુરતની ફેમસ ડીશ છે, જે અમદાવદમા પણ સરળતાથી મળી રહે છે. આને તમે સવારના નાશ્તા અથવા લંચ અને ડીનરમા પણ ખાઈ શકો છો.
આ મહારાષ્ટ્રીય ફુડ ડીશને અમદાવદમાં પણ ઘણું પસંદ કરવામાં આવે છે. અમદાવાદમાં ઘણી જગ્યાએ વડા પાવ તમને મળી જશે. વડા પાવમાં ચીઝ વડા પાવ પણ ઘણો ફેમસ છે
મસ્કાબનને અમદાવાદમા ખુબ પસંદ કરવામાં આવે છે. આ ખાસ કરીને ચા સાથે ખાવામાં આવે છે, આમા ચોકલેટ, નટેલા, જામ-બટર, મસાલા બન એવી ઘણી વેરાઈટી આવે છે.
દાળ વડા પણ એક ફેમસ ડીશ છે જેને લોકો ઘણું ખાવાનું પસંદ કરે છે. ગરમ ગરમ દાળવડાને તેલમાં સાંતળેલા મરચા, અને ડુંગળી સાથે ખાવાની ઘણી મજા આવે છે.