અમદાવાદમાં 8 શોપિંગ મોલ્સ ની મુલાકાત લઈ શકો છો જાણો સમય અને નજીકનું મેટ્રો સ્ટેશ


By Smith Taral06, Mar 2024 01:28 PMgujaratijagran.com

જો તમને મોલ્સમાં શોપીંગ કરવાનુ પસંદ હોય અથવા તમને મોલમાં વિન્ડો શોપીંગ કરવાનો પણ શોખ હોય તો અમદાવાદના આ મોલની મુલાકાત લઈ શકો છો. ચાલો જાણીએ વધુમા

આલ્ફાવન મોલ, અમદાવાદ

અમદાવાદમાં આલ્ફાવન મોલમાં તમને થીયેટર, ફુડ કોર્ટ સલોન,અને પાર્ટી ક્લબ બધુ મળી રહેશે. અહીંયા મોટી બ્રાન્ડના શોપ આવેલા છે જ્યા તમે શોપીંગ કરી શકો છો. લોકેશન: વસ્ત્રાપુર, અમદાવાદ નજીકનું મેટ્રો સ્ટોપ: હિમાંશુ વિદ્યાલય

ઈસ્કોન મેગા મોલ, અમદાવાદ

અહીંનો ફૂડ કોર્ટ ખૂબ જ લોકપ્રિય છે અહીંના ફૂડ કોર્ટમાં ચાટ અને છોલે ભટુરે, ચાઇનીઝ જેવી સ્વાદિષ્ટ વાનગીઓ મળે છે. આ મોલમાં બાળકો માટે ફન ગેમિંગ માટે પણ સારા ઓપ્શન છે લોકેશન: એસજી હાઇવે, બોડકદેવ નજીકનું બસ સ્ટોપ: ઓડા

અમદાવાદ સેન્ટ્રલ મોલ, અમદાવાદ

શોપહોલિકની માટે અહીં જેન્ટ્સ,લેડીઝ અને યંગસ્ટર્સ માટે કપડા, સ્પોર્ટસ, એક્સેસરીઝ, ફૂટવેર, જ્વેલરી, કોસ્મેટીકનું સારુ કલેક્શન છે. લોકેશન: આંબાવાડી, અમદાવાદ નજીકનું બસ સ્ટોપ: ટાઉનહોલ

10 એકર શોપિંગ મોલ, અમદાવાદ

આ મોલમાં તમે સિટી પલ્સ મલ્ટીપ્લેક્સની આરામદાયક સીટ પર તમારી મનપસંદ મૂવીઝ જોઈ શકો છો.આ સિવાય અહીં પેન્ટાલૂન્સ, બ્રાન્ડ ફેક્ટરી, લૂટ માર્ટ, સ્ટોકયાર્ડ લંડન, ફર્નિચર બજાર અને વેલસ્પન જેવી લોકપ્રિય બ્રાન્ડ્સ છે જેમા શોપીંગનો આનંદ ઉઠાવી શકો છો.લોકેશન: કાંકરિયા, અમદાવાદ નજીકનું બસ સ્ટોપ: 10 એકર મોલ

એક્રોપોલિસ મોલ, અમદાવાદ

એક્રોપોલિસ મોલમાં સબવે અને ચોકલેટ રૂમ જેવા ફૂડ આઉટલેટ્સ આવેલા છે.તેમજ આ મોલમાં PVR સિનેમા છે, જ્યાં તમે તમારા મિત્રો અને પરિવાર સાથે મૂવી જોવાનો આનંદ માણી શકો છો.લોકેશન: SG હાઈવે, થલતેજ, અમદાવાદ નજીકનું બસ સ્ટોપ: ભાઈ કાકા નગર

શ્રી બાલાજી અગોરા મોલ, અમદાવાદ

અગોરા મોલમાં, મસાલા કાઉન્ટી, સિઝલિંગ શિહાઈ અને સ્પિરિટ જેવી રેસ્ટોરન્ટ્સ આવેલી છે જ્યા વિવિધ પ્રકારની વાનગીઓ મળે છે જેનો તમે લુફ્ત ઉઠાવી શકો છો. મનોરંજન માટે ત્યા ઘણી ગેમ્સ, 9ડી સિનેમા, શૂટિંગ રેન્જ, સ્કેરી હાઉસ અને મિરર મેઝ છે જ્યા તમે સારો ટાઈમ પસાર કરી શકો છો. લોકેશન: રીંગ રોડ, સુગડ, અમદાવાદ નજીકનું બસ સ્ટોપ: સરદાર પટેલ રીંગ રોડ સર્કલ

શું તમારું સવારે પેટ સાફ નથી થતું, કરો આ રામબાણ ઉપાય