જો તમે અમદાવાદમાં સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડના સ્પોટ શોધી રહ્યા હોવ તો આ સ્ટોરી તમારી માટે છે. અમદાવાદ વાનગીઓમાં નવા ફ્લેવર અને તેને યુનીક બનાવવા માટે પ્રખ્યાત છે. જો તમને વડાપાવ, ચાઈનીઝ, સેન્ડવીચમાં અવનવી વેરાઈટી ટ્રાય કરવા માંગતા હોવ તો અમદાવાદના આ ફેમસ ફૂડ સ્પોટની મુલાકાત લો
ગુજરાતી સ્ટ્રીટ ફૂડનું નામ આવે ત્યારે ઢોકળા સૌથી પહેલા મગજમાં આવે છે. ચણાની દાળ, ચોખ્ખા, ખાટું દહીં વગેરેથી બનાવવામાં ઢોકળા નરમ અને સ્વાદમાં ખાટા હોય છે. આને લાલ મરચાની તીખી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. આ તમને અમદાવાદના ઘણા ફૂડ સ્ટોલ પર મળી રહેશે
ખમણ નરમ, રસદાર અને ટેન્ગીયર હોય છે. તાજી સમારેલી ડુંગળી, સેવ અને સરસવના દાણા, લીલા મરચાં અને કોથમીરના ગાર્નીશીંગ કરીને બનાવવામાં આવતા ખમણ મીઠી કઢી સાથે ઘણા સ્વાદિષ્ટ લાગે છે
આ જગ્યા સ્વાદિષ્ટ કુલ્ફી માટે જાણીતું છે. અહીં તમને કુલ્ફીની વિવિધ ફ્લેવરની કુલ્ફી મળી રહેશે. જો તમે કુલ્ફીનાં શોખીન છો તો અમદાવાદમાં આ સ્થળની ચોક્કસ મુલાકાત લેજો
ગરમ ચા અને મસ્કાબન અમદાવાદમા બધી સિઝનમાં ખાવામાં આવતું પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. આ અમદાવાદની મોટા ભાગની જગ્યા પર રોડસાઈડ પર મળી રહેશે, ખાસ કરીને યુનિવર્સિટીના એરીયામાં તમને ચા અને મસ્કાબન સ્ટ્રીટ સ્ટોલ જોવા મળશે
ગરમ ચા અને મસ્કાબન અમદાવાદમા બધી સિઝનમાં ખાવામાં આવતું પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. આ અમદાવાદની મોટા ભાગની જગ્યા પર રોડસાઈડ પર મળી રહેશે, ખાસ કરીને યુનિવર્સિટીના એરીયામાં તમને ચા અને મસ્કાબન સ્ટ્રીટ સ્ટોલ જોવા મળશે
માણેક ચોક અમદાવાદની ખાણી-પીણીની ખૂબજ ફેમસ સ્થળ છે. તમે રાતના સમયે માણેક ચોકમાં જઈ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી શકો છો, અહીં તમને ઢોસા, વડા પાવ, સેન્ડવીચથી લઈને ચાઈનીઝમાં અલગ અલગ વેરાઈટી મળી રહેશે
દાળવડા પણ અમદાવાદના સ્ટ્રીટ ફુડની એક સ્વાદિષ્ટ ડીશ છે, ગરમ ગરમ ક્રીસ્પી દાળવડા, લીલી ચટણી, ફ્રાઈડ ડુંગળી અને મરચા સાથે તે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે
બેરા સમોસા જૂહાપૂરામાં આવેલું ફેમસ સ્ટ્રીટ ફૂડ સ્પોટ છે. જો તમને નોન વેજ પસંદ છે તો આ જગ્યા પર તમને ઘણી સ્વાદિષ્ટ ડીશ મળી રહેશે.
Amdo અને તેમના પરિવારે NID, અમદાવાદ પાસે આ નાનો ફૂડ જોઈન્ટ શરૂ કર્યો છે. અહીં તમને ઓથેન્ટીક તિબેટીયન ફૂડ મળી રહેશે, આ સિવાય અહીં મોમોસ, થુકપાસ અને ફ્રાઈડ રાઈસ પણ ઘણું લોકપ્રીય છે.