ઉનાળામાં વધુ પડતું તાપમાન અને અનહેલ્ધી ખોરાકના લીધે બીમાર થવાની શક્યતા વધી જાય છે. આ ગરમીમાં ડીહાઈડ્રેશનના લીધે ડાયરિયાની સમસ્યા થઈ શકે છે. આના નિવારણ માટે તમે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવી શકો છો
ઉનાળામા પુષ્કળ પાણી પીવું ઘણું જરૂરી છો. તમારા શરીરમાં પાણીની ઉણપના લીધે તમને ડાયેરીયા થઈ શકે છે આવામાં પાણી અને ફ્રુટ જ્યુસ પીવા ફાયદાકારક રહે છે.
કેળા પણ ઉનાળામાં ખાવા માટે ઉત્તમ ફળ છે આમાં પોટેશિયમ રહેલું હોય છે, જે ડાયેરિયાની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે
ડાયેરીયાથી રાહત મેળવવા માટે લીંબુ શરબતમા મીઠું ઉમેરીને પીવું જોઈએ, આનાથી શરીરમાં એનર્જી પણ આવે છે અને પેટની તકલીફમા પણ રાહત આપે છે
ડાયેરીયામા આદુનો ઉપયોગ પણ ફાયદાકારક રહે છે. ઓછી માત્રામાં તેનું સેવન કરવાથી ડાયેરીયામાં રાહત મળે છે.
ડાયેરીયામા આદુનો ઉપયોગ પણ ફાયદાકારક રહે છે. ઓછી માત્રામાં તેનું સેવન કરવાથી ડાયેરીયામાં રાહત મળે છે.
ઉનાળામાં ડાયેરીયામા રાહત મેળવવા માટે તમે દહીંનું સેવન કરી શકો છો. દહીંમાં પ્રોબાયોટીક્સ મળી આવે છે, જે ડાયેરિયા સામે લડવામાં મદદ કરે છે.