શેરબજારમાં સતત મંદી, સેન્સેક્સ 202 પોઇન્ટ ઘટી 65 હજારની નીચે


By Nileshkumar Zinzuwadiya18, Aug 2023 05:34 PMgujaratijagran.com

વૈશ્વિક સંકેત

વૈશ્વિક બજારમાંથી મળેલા સંકેત વચ્ચે શેરબજારમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 200થી વધારે પોઇન્ટનો ઘટાડો થયો છે જ્યારે નિફ્ટી પણ 55 પોઇન્ટ ગગડ્યો છે.

અમેરિકામાં વ્યાજ દર

અમેરિકામાં વધી રહેલા દરો અને આગામી સમયમાં પણ વ્યાજ વધવાની ભીતી વચ્ચે ગ્લોબલ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ કંપનીમાં સૌથી તેજી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મારુતિ, નેસ્લે ઈન્ડિયા, એક્સિસ બેંક તથા HULના શેરોમાં સૌથી વધારે સુધારો જોવા મળતો હતો. આ ઉપરાંત ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરોમાં સુધારો થયો હતો.

TCSમાં ભારે મંદી

બીજી બાજુ TCS, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ફોસિસ અને પાવર ગ્રિડ શેરમાં સૌથી વધારે ઘટાડો થયો હતો. TCSના શેરમાં આશરે 2 ટકાનો ઘટાડો થયો હતો.

વધતા EMIથી મળશે રાહત, હવે ફ્લોટિંગથી ફિક્સ્ડ રેટમાં સ્વિચ કરી શકાશે