વધતા EMIથી મળશે રાહત, હવે ફ્લોટિંગથી ફિક્સ્ડ રેટમાં સ્વિચ કરી શકાશે


By Nileshkumar Zinzuwadiya18, Aug 2023 05:20 PMgujaratijagran.com

વ્યાજ દર પસંદ કરવાનો વિકલ્પ

RBIએ બેન્કો અને અન્યા નાણાકીય સંસ્થાઓને કહ્યું છે કે વ્યાજ દર નવેસરથી નક્કી કરતી વખતે લોન લેનાર ગ્રાહકોના વ્યાજના ચોક્કસ દર પસંદ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવે.

લોનની અવધિ અથવા માસિક હપ્તો

સામાન્ય રીતે વ્યાજદર વધવાના સંજોગોમાં લોનની અવધિ અથવા માસિક હપ્તો વધારી દેવામાં આવે છે અને ગ્રાહકોને આ અંગે વાકેફ પણ કરવામાં આવતા નથી. તથા તેમની મંજૂરી પણ લેવામાં આવતી નથી.

નિયત વ્યાજ દર

હવે RBIએ કહ્યું છે કે લોન મંજૂર કરતી વખતે બેંકોએ તેના ગ્રાકોને સ્પષ્ટપણે જાણ કરવી જોઈએ કે નિયત વ્યાજ દરમાં ફેરફારની સ્થિતિમાં EMI અથવા લોનની અવધિ પર શું અસર પડી શકે છે.

RBIનો નિર્દેશ

RBIએ નિર્દેશ આપ્યો છે કે વ્યાજ દરો નવેસરથી નક્કી કરતી વખતે બેંકો ગ્રાહકોને ચોક્કસ વ્યાજ દરને પસંદ કરવાનો વિકલ્પ આપે. આ સાથે જણાવવામાં આવે કે તેમને લોનની અવધિ સમયે આ વિકલ્પ પસંદ કરવાની તક કેટલી વખત મળશે.

કોઈ પણ સમયે ચુકવણી

RBIએ અધિસૂચનામાં કહ્યું છે કે ગ્રાહકોએ સમયથી પહેલા અથવા આંશિક રીતે લોનની ચુકવણીની મંજૂરી આપવામાં આવે. આ સુવિધા લોનની અવધિ દરમિયાન કોઈ પણ સમયે મળવી જોઈએ.

શ્રાવણ 2023 : શ્રાવણના ઉપવાસમાં તમે આ 10 વાનગીઓ અજમાવી શકો છો, જાણી લો રેસીપી