અમેરિકાની મધ્યસ્થ બેન્કે વ્યાજ દરોને યથાવત રાખ્યા બાદ વિશ્વ બજારોમાંથી મળેલા તેજીના સંકેત વચ્ચે ભારતીય શેરબજારમાં સુધારો જોવા મળ્યો છે.
ફેડરલ રિઝર્વએ વ્યાજ દરોને 5.25-5.50 ટકાની મર્યાદામાં રાખ્યા છે. અલબત ફેડના ચેરમેને દરોમાં વધુ એક વધારાની શક્યતાનો ઈન્કાર કર્યો નથી.
ભારતીય શેરબજારમાં BSE સેન્સેક્સ 489.57 પોઇન્ટ એટલે કે 0.77 ટકા ઉછળી 64 હજારની સપાટી કુદાવી દીધી હતી. નિફ્ટી પણ 144.10 પોઇન્ટ વધી 19,133.25 પર બંધ રહી હતી.
સેન્સેક્સ કંપનીઓમાં ઈન્ડસઈન્ડ બેંકના શેરમાં સૌથી વધારે 2.04 ટકા તેજી જોવા મળી હતી. આ ઉપરાંત ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, સન ફાર્મા, ઈન્ફોસિસનો સમાવેશ થતો હતો.