RBI ઓફિસોને પોસ્ટ મારફતે બે હજારની નોટ મોકલી શકશે લોકો


By Nileshkumar Zinzuwadiya02, Nov 2023 03:45 PMgujaratijagran.com

વીમાકૃત પોસ્ટ મારફતે

લોકો હવે તેમના રૂપિયા 2000ની ચલણી નોટ તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે વીમાકૃત પોસ્ટ મારફતે રિઝર્વ બેંકના પ્રાદેશિક ઓફિસોમાં મોકલી શકે છે.

RBIએ શું કહ્યું

RBIએ કહ્યું છે કે અમે ગ્રાહકોને સૌથી સહજ અને સુરક્ષિત રીતે તેમના ખાતામાં સીધા રકમ જમા કરાવવા વિમાકૃત પોસ્ટ મારફતે રૂપિયા 2,000ની નોટ મોકલવા પ્રોત્સાહન આપે છે.

ચલણ વ્યવસ્થામાંથી પાછી ખેંચવામાં આવી

અત્રે ઉલ્લેખનીય છે કે 19મી મેના રોજ રૂપિયા 2,000ના મૂલ્યના બેંક નોટને ચલણ વ્યવસ્થામાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

અન્ય મૂલ્ય વર્ગની નોટો

આ નોટોને બેંકોમાં જમા કરાવવા સાથે અન્ય મૂલ્ય વર્ગની નોટોને પણ બદલવાની સુવિધા લોકોને આપવામાં આવી હતી.છેલ્લામાં છેલ્લી માહિતી પ્રમાણે બે હજારના મૂલ્યની 97 ટકા નોટ પરત આવી ચુકી છે.

લીલી મેથીના થેપલા બનાવવાની સરળ રીત નોંધી લો