મેથીની સિઝન ચાલી રહી છે અને આ તકે મેથીના થેપલા અને પરાઠા બનાવવો જરૂરી છે. ચાલો આજે જાણીએ કે હેલ્ધી મેથીના પરાઠા બનાવવાની રીત.
ઘઉંનો લોટ - 2 કપ, મેથીના પાન - 2 કપ સમારેલી, અજમો - અડધી ચમચી, મીઠું - સ્વાદ મુજબ, લાલ મરચું પાવડર- અડધી ચમચી, જીરું પાવડર - અડધી ચમચી, આદુની પેસ્ટ - 1 ચમચી, જરૂરિયાત મુજબ તેલ, હળદર- અડધી ચમચી, દહીં- 3-4 ચમચી.
મેથી થેપલા બનાવવા માટે સૌપ્રથમ મેથીના પાનને સારી રીતે ધોઈ લો અને તેને બારીક સમારી લો.
હવે એક બાઉલમાં ઘઉંનો લોટ કાઢી તેમાં અજમો, આદુની પેસ્ટ, મીઠું, જીરું પાવડર, લાલ મરચું પાવડર, દહીં વગેરે ઉમેરીને મિક્સ કરો. પછી પાણી ઉમેરીને લોટ બાંધો.
હવે આ લોટને ઢાંકીને અડધો કલાક રહેવા દો અને પછી તેના નાના-નાના બોલ બનાવો.
હવે લોટને થેપલાની જેમ ગોળ કે ત્રિકોણાકાર તમારી પસંદગી મુજબ વણી લો.
એક તવાને ગરમ કરો અને ગરમ થઈ જાય ત્યારે તેમાં થેપલાને શેકી લો.
થેપલા શેકવા માટે તમે ઘી અથવા તેલનો ઉપયોગ કરી શકો છો. મેથીના થેપલા તૈયાર છે. હવે તમે તેને બટાકાની ભાજી, અથાણું, રાયતા વગેરે સાથે સર્વ કરી શકો છો.
તમે સ્વાદિષ્ટ મેથી થેપલા પણ બનાવી શકો છો. રેસીપી ગમે તો શેર કરજો અને આવી બીજી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાચતા રહો.