દરેક લોકોને ગોટા એટલે કે ભજીયા ખાવા પસંદ હોય છે, પરંતુ વ્રત દરમિયાન ઉપવાસમાં તમને ભજીયા ખાવાનું મન થાય તો આ રેસીપી ઘરે ટ્રાય કરી શકો છો.
સાબુદાણા, બાફેલા બટાકા, લીલા મરચાં, કાળા મરીનો પાઉડર, સેંધા નમક, કોથમરી, લીંબુનો રસ, તેલ.
સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં બટાકા બાફી લો અને એક મિક્સર જારમાં નાખીને પાઉડર બનાવી લો.
હવે એક બાઉલમાં બટાકાને મેશ કરી તેમાં લીલા મરચાંની કટકી ઉમેરો.
હવે તેમાં કાળા મરી પાઉડર, સેંધા નમક અને કોથમરી ઉમેરો.
હવે તેમાં સાબુદાણાનો પાઉડર અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલ મિશ્રણમાંથી વળા કે ભજીયા બનાવીને તેલમાં તળી લો.
તૈયાર છે ફરાળી ભજીયાની રેસીપી તમે ચટણી કે ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.