તમે કંટોલાનું શાક તો ખાધુ જ હશે, તમને ગળ્યું શાક પસંદ હોય તો, આ રેસીપી તમને ઉપયોગી થશે, અત્યારે જ નોંધી લો.
કંટોલા, ગોળ, મીઠું, હળદર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, જીરું, તેલ, લસણ, પાણી.
સૌ પ્રથમ કંટોલાને ધોઈ ઝીણા સમારી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું,લસણ નાખીને સાંતળી લો.
હવે તેમાં કંટોલા નાખીને સાંતળો અને તેમાં હળદર, મીઠું, મરચું પાઉડર નાખીને મિક્સ કરી લો.
હવે એક વાટકામાં ગોળ, પાણી નાખીને ઓગાળી લો અને કંટોલાના શાકમાં ઉમેરો.
હવે તેમાં ધાણાજીરું કંટોલાના શાકમાં નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં થોડું પાણી નાખીને મિક્સ કરી 5 મિનિટ સુધી સારી રીતે પકાવી લો.
તૈયાર છે કંટોલાનું ગોળ વાળું શાક, તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.