Farali Recipe: ઉપવાસ માટે ઘરે બનાવો ફરાળી બટાકાનો શીરો


By Vanraj Dabhi07, Sep 2024 10:30 AMgujaratijagran.com

બટાકાનો શીરો

ઉપવાસમાં ફરાળમાં યુનિક રેસીપી ટ્રાય કરવા માંગતા હોવ તો તમે બટાકામાંથી બનતો શીરો ઘરે બનાવી શકો છો.

સામગ્રી

બાફેલા બટેટા, ઘી, ખાંડ, કેસર, દૂધ, મલાઈ, ઈલાયચી પાવડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ બટાકને બાફી તેની છાલ ઉતારીને તેની મેશ તૈયાર કરો.

સ્ટેપ-2

હવે એક કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં બટાકાની તૈયાર કરેલી મેશ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં ખાંડ અને કેસરનું મિશ્રણ ઉમેરી મિક્સ કરીને પકાવો.

સ્ટેપ-4

હવે ક્રિમી હલવો બનાવવા માટે તેમાં દૂધની મલાઈ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં બદામ-પીસ્તા ગાર્નિશ કરી લો.

સર્વ કરો

તૈયાર છે બટાકાનો શીરો તમે વ્રતના ઉપવાસમાં બટાકાનો શીરો સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Coconut Barfi Recipe: હોમ મેઈડ કોકોનટ બરફીની રેસીપી