લગ્ન પ્રસંગમાં કે તહેવાર દરમિયાન તમે ઘરે મીઠાઈ બનાવવા માંગતા હોવ તો તમે કોકોનટ બરફીની રેસીપી ટ્રાય કરી શકો છો.
દેશી ઘી, દૂધ, ખાંડ, દૂધ પાવડર, છીણેલું નારિયેળ, કાજુ, ઈલાઈચી, મલાઈ, ટુટી ફ્રુટી.
સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં દૂધ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં ખાંડ ઉમેરીને ઓગાળી પછી તેમાં મિલ્ક પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં નારિયેળનું છીણ ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક મિક્સર જારમાં કાજુ,એલચી ઉમેરી ગ્રાઈન્ડ કરી બરફીના મિશ્રણમાં નાખીને મિક્સ કરો.
હવે તેમાં મલાઈ ઉમેરીને મિક્સ કરી થોડીવાર પકાવીને એક પ્લેટની ઘી વડે ગ્રીસ કરી તેમાં આ મિશ્રણ કાઢી લો.
થોડું ઠંડુ થાય પછી છરી વડે ચોસલા પાડી તેની ઉપર ટુટી ફ્રુટી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.