મોદક ભગવાન ગણેશની પ્રિય મીઠાઈ છે, અને ગણેશ ચતુર્થી પર મોદક બનાવવાથી શાંતી સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. આવો જાણીએ મોદક બનાવાની આ સરળ રીત વિશે
એક કપ પાણી ઉકાળો, તેમાં એક ચમચી ઘી અને એક ચપટી મીઠું ઉમેરો. હવે ચોખાનો લોટ ધીમે ધીમે ઉમેરતા હલાવતા રહો. મિક્ષરને થોડી રહેવા દો અને પછી લોટને મસળીને નરમ બનાવો
પેનમાં છીણેલું નારિયેળ અને ગોળ ઉમેરી તેને ધીમા તાપે સતત હલાવતા રહો જ્યાં સુધી ગોળ ઓગળે અને નારિયેળ સાથે મીક્સ ન થઈ જાય. હવે તેમાં એક ચમચી ઈલાયચી પાવડર અને સમારેલા બદામ ઉમેરો.
લોટના નાના બોલ લો અને તેને વાટકીના આકારમાં વણી લો, બન્ને હાથના મદદથી લોટની કિનારીઓને પાતળી કરો, હવે વચ્ચે તૈયાર કરેલું સ્ટફીંગ ભરી, લોટની કિનારીઓને ભેગી કરી, મોદકનો આકાર આપો.
તૈયાર મોદકને સ્ટીમર અથવા ઈડલી બનાવવાના વાસણમાં 10-15 મિનિટ માટે સ્ટીમ કરો. તેને ઠંડા થવા દો અને ભગવાન ગણેશને ભોગ અર્પણ કરો.